
ગુલાબની પાંદડીઓથી શણગાર કરવામા આવતા મંદિરનું ગર્ભગૃહ ગુલાબની સુગંધથી મહેંકી ઉઠ્યુ હતુ.

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સ્વામિનારાયણ મંદિર મણિનગરના લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક કર્યા હતાં

આચાર્ય સ્વામી મહારાજે સ્વામિનારાયણ ભગવાન પર અભિષેક - ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી પ્રેમની વર્ષા વરસાવી હતી

ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિભાવથી શ્રી ઘનશ્યામ મહારાજને ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવ વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય શણગારનો દેશ વિદેશનાં હરિભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Published On - 12:45 am, Sat, 3 June 23