Gujarati NewsPhoto galleryAhmedabad Garba on a unique theme at Gulmohar Golf and Country Club in Sanand PHOTOS
Ahmedabad : સાણંદમાં ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં અનોખી થીમ પર ગરબા, જુઓ PHOTOS
Ahmedabad : અમદાવાદના સાણંદમાં ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં અનોખી થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગરબાનું નામ BNI ગરબા નાઇટ 2023 રાખવામાં આવ્યુ છે. આ પાર્ટી પ્લોટમાં આગમન કરતા જ મા શક્તિની પ્રતિકૃતિ જોવા મળે છે. જે નવરાત્રીનો આ પર્વ માતાજીના આરાધનાનો પર્વ હોવાનું દર્શાવે છે. મા ના આશીર્વાદ લીધા બાદ ખેલૈયાઓ પ્રવેશ મેળવે છે.
ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં ૐ અને સાથિયાનો મોટા મોટા બોર્ડ સેલ્ફી પોઇન્ટ માટે બનાવાયા છે. તેની આસપાસ અદભૂત રોશની પણ જોવા મળી રહી છે.
5 / 6
'ફિફ્ટી શેડ્સ ઓફ ગુજ્જુ' થીમ પર એક અનોખો સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે.જેના લખાણ અહીં આવનાર ખેલૈયાઓના મુખ પર મુસ્કાન લાવી દે છે.
6 / 6
દીવાઓનો અદભૂત શણગાર ખેલૈયાઓના ગરબા રમવાના ઉત્સાહમાં જોમ પુરી રહ્યા હતા. લોકો આ સુશોભિત દીવાઓ પાસે ફોટો પણ પડાવી નવરાત્રીની ગરબા રાત્રીને યાદગાર બનાવે છે.