
હાલ કોથમીરના ભાવે પણ સદી વટાવી છે. કોથમીર નાસિકથી આવે છે, વરસાદ બાદ પાક ખરાબ થતા આવક ઘટી છે આથી કોથમીરના ભાવ વધ્યા છે. હોલસેલ બજારમાં જે કોથમીર 30 રૂપિયે કિલો વેચાતી હતી તે 60 રૂપિયે કિલો મળી રહી છે અને રિટેલ બજારમાં 100 થી 120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

ચાની ચુસકીમાં આદુ ન હોય તો ચા રસિકોને અધૂરપ લાગે છે એ જ આદુના ભાવ પણ સદી વટાવી ચુક્યા છે. હાલ નવુ આદુ 120 થી 150નું કિલો મળે છે. જ્યારે જુનુ આદુ 200થી 250 રુપિયે કિલો મળી રહ્યુ છે

હાલ જમાલપુર apmc માં 15000 થી 17000 કવીંટલ શાકભાજીની આવક છે. તો શાકભાજીની આવક પર વરસાદની અસર ના કારણે ભાવ વધ્યા છે. જોકે ટમેટા મા લોકલ આવક શરૂ થતા આવક વધતા ભાવ ઘટ્યા છે. અને જો આ જ રીતે ચાલશે તો હજુ પણ ટામેટાના ભાવ ઘટી શકે છે અને ખેડુતે રડવાનો વારો આવી શકે છે. કેમ કે જો ભાવ ઘટે અને આવક વધે તો ખેડૂતોનો ખર્ચ પણ ન નીકળે. અને બજારમાં લઈ જવાનો ખર્ચ વધે. જેથી ખેડૂત આવા સંજોગોમાં ટામેટા રસ્તે ફેંકી દેતા હોય છે.