Gujarati NewsPhoto galleryAhmedabad family Meghaninagar performed Dhanteras Puja with locals than 2100 Sri Yantras
અમદાવાદ તસવીર : મેઘાણીનગરના એક પરિવારે સ્થાનિકો સાથે કરી ધનતેરસની પૂજા, 2100 કરતા વધારે શ્રી યંત્રોનો આપ્યો પ્રસાદ
દિવાળીના તહેવારની ઉજવણી કરવાની શરુઆત થઈ ગઈ છે. લોકો ભારે ઉત્સાહથી અનેક ખરીદી કરી રહ્યાં છે. ત્યારે આજે ધનતેરસના દિવસે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આજે લોકો ધનલક્ષ્મી કે લક્ષ્મી માતાની પૂજા - અર્ચના કરતા હોય છે. જેમાં કેટલાક લોકો ઘરે પૂજા કરે છે. તો કેટલાક લોકો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરતા હોય છે.
આયોજક ઘનશ્યામ પટેલ પરિવાર અને પૂજારીનું માનવુ છે કે ધનતેરસે સોના - ચાંદી અને ધનની પુજા કરવાથી સુખ અને શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. લોકોને સાથે રાખીને પૂજા કરવાથી લોકોને પણ તે પૂજા વિધીનો લાભ મળે છે.
5 / 5
છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે પૂજાનું આયોજન કરવામાં આવે છે. યંત્રની પૂજા કર્યા બાદ પૂજામાં ઉપસ્થિત લોકોને પણ શ્રી યંત્ર ભેટ અથવા તો પ્રસાદ રુપે આપવામાં આવે છે.