Gujarati News Photo gallery Ahmedabad East area in Smart City Ahmedabad is deprived of basic facilities people are suffering the system is broken
Ahmedabad: સ્માર્ટ સિટી અમદાવાદમાં પૂર્વ વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત, લોકો ત્રસ્ત, તંત્ર મસ્ત- Photos
Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર અને વટવામાં લોકો પાયાની પ્રાથમિક સુવિધા ન મળતા પરેશાની વેઠી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી હોવાના દાવા તો કરાય છે. પરંતુ સુવિધા આપવામાં તંત્ર ઉણુ ઉતરી રહ્યુ છે. ઘોડાસર ગામથી કેડિલા બ્રિજ, પુનિત નગર રેલવે ક્રોસિંગ તરફના રસ્તાઓ બિસ્માર છે.
1 / 6
Ahmedabad: અમદાવાદ શહેર વિકસિત શહેર છે, જ્યાં કોર્પોરેશન દ્વારા લોકોને પાણી, ગટર, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે ધ્યાન અપાઈ રહ્યું છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગ છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કોર્પોરેશનના પ્રાથમિક સુવિધા આપવાના દાવા સામે શહેરના કેટલાક રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.
2 / 6
પૂર્વ વિસ્તારમાં આવેલ ઘોડાસર અને વટવા વિસ્તારના. કે કયા હજુ પણ પૂર્વ વિસ્તાર જેવું જ ઓરમાયું ભર્યું વર્તન કરાઈ રહ્યું હોય તેમ લાગે છે. કેમ કે ઘોડાસર અને વટવા વિસ્તારના રહીશો પ્રાથમિક એવી રસ્તાની સમસ્યાથી પરેશાન છે. ઘોડાસર ગામથી, કેડીલા બ્રિજ, પુનિત નગર રેલવે ક્રોસિંગ અને ત્યાંથી વટવા gidc બ્રિજ તરફ જતા0 રસ્તાની હાલત બિસમાર છે.
3 / 6
ઘોડાસર ગામથી કેડીલા બ્રિજનું અંતર 2 કિલોમીટર માંડ હશે ત્યાં છેલ્લા 2 મહિનાથી લોકોને ખરાબ રસ્તાના કારણે હાલાકી પડી રહી છે. સ્થાનિકોની વાત માનીએ તો 2 મહિના પહેલા તંત્ર દ્વારા પાણીની લાઇન નાખવામાં આવી અને બાદમાં જે પુરાણ થવું જોઈએ તે પુરાણ યોગ્ય ન થતા રસ્તાઓની હાલત ખસતા બની છે. અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો ટોરેન્ટ દ્વારા ચાલતા કામને લઈને પણ લોકોને અગવડતા પડી રહી છે.
4 / 6
એટલું જ નહીં પણ ઘોડાસર ગામથી કેડીલા બ્રિજ બાદ પુનિત નગર ક્રોસિંગથી લઈ વટવા GIDC બ્રિજ સુધી રસ્તાની હાલત તેના કરતાં વધુ ખરાબ છે. જ્યાં બે કિલો મીટરના રૂટ પે એક તરફ બુલેટ ટ્રેન માટે પિલર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. વરસાદ બાદ તે રસ્તો ખરાબ બનતા વાહનો જાણે ડિસ્કો કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
5 / 6
લોકોને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહનો અને લોકોને નુકસાન થઈ રહ્યુ છે. લોકો સમસ્યામાંથી પણ મુક્તિ ઇચ્છી રહ્યા છે. વરસાદની વિદાય બાદ પણ અમદાવાદ શહેરમાં ખાડારાજ યથાવત છે. અમદાવાદ શહેરમાં 27,131 ખાડા પડયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા AMC કમિશ્નર ની અધ્યક્ષતા મળેલી રિવ્યુ બેઠક આંકડા સામે આવ્યા
6 / 6
સૌથી વધુ ખાડા દક્ષિણ ઝોનમાં 6447 જેટલા ખાડા હોવાનું સામે આવ્યું. શહેરમાં રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી કમિશનરે એન્જિનિયર વિભાગના અધિકારીનો ઉધડો લીધો. શહેરમાં હાલ પણ અનેક જગ્યાઓ પર ભુવા પડયા બાદ રોડનું કામ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ એજ બતાવે છે કે AMC લોકોની સમસ્યા દૂર કરવામાં ઉણું ઉતર્યું છે. જે લોકોની સમસ્યા પણ સૂચવે છે. ત્યારે જરૂરી છે કે AMC તેની આળસ ખંખેરી ખરેખર કામગીરીમાં લાગે. જેથી લોકોની સમસ્યા દૂર કરી પ્રાથમિક સુવિધા લોકોને આપી શકાય.
Published On - 5:02 pm, Thu, 5 October 23