Ahmedabad : નવરાત્રીના પર્વ વચ્ચે શહેરમાં દુર્ગા પૂજાની ભવ્ય રીતે ઉજવણી, જુઓ PHOTOS
અમદાવાદમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે આ પર્વ વચ્ચે બંગાળી સમાજના દુર્ગાપૂજાનો પર્વની પણ જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગોતા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સેવી સ્વરાજ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી છઠથી શરુ કરીને દશેરા સુધી ચાલે છે. અહીં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવશે.