Ahmedabad: અમદાવાદમાં ધોરણ 3માં ભણતા રૂદ્રાંશ ભોગાયતાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, યોગમુદ્રા કરીને કર્યો કમાલ, જુઓ Photos

Ahmedabad News : દુનિયા રહેતા દરેક વ્યક્તિમાં કોઈકને કોઈ ટેલેન્ટ છુપાયેલું હોય છે. યોગ્ય સમયે તે ટેલેન્ટને ઓળખીને તેને પ્રોત્સાહન આપવામાં આવે તો તે વ્યક્તિ પોતાની અલગ ઓળખ બનાવી શકે છે. અમદાવાદના બોપલની સ્કૂલમાં ભણતા એક બાળકે પોતાના ટેલેન્ટના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

| Edited By: | Updated on: Apr 28, 2023 | 7:29 PM
1 / 5
રૂદ્રાંશ કેતન ભોગાયતા ડીપીએસ બોપલમાં ધોરણ 3માં અભ્યાસ કરે છે. તેણે એક અનોખો રેકોર્ડ બનાવીને અમદાવાદને ગૌરવ અપાવ્યું છે.

2 / 5
તેણે સૌથી લાંબા સમય સુધી વક્રાસનની મુદ્રામાં બેસવા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂદ્રાંશે સતત 14 મિનિટ અને 6 સેકન્ડ સુધી આ મુદ્રામાં બેસીને વર્લ્ડવાઇડ બૂક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું  છે.

3 / 5
રૂદ્રાંશે તેની યોગની સફર 2020માં લોકડાઉન દરમિયાન શરૂ કરી હતી. તેના માતા ગુજરાત રાજ્ય યોગા બોર્ડમાં યોગ કોચ છે, જેમનાથી રૂદ્રાંશને યોગની તાલીમ લેવાની પ્રેરણા મળી હતી.

4 / 5
 રૂદ્રાંશે તેની પેઢીના બાળકો પણ યોગ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી આ રેકોર્ડ બનાવવા માટે મહેનત કરી હતી.

5 / 5
તે દરરોજ 30 મિનિટ યોગ અભ્યાસ કરતો હતો. તે તેના મિત્રો અને પરિવારજનોને પણ સારું અને તંદુરસ્ત જીવન જીવવા માટે યોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

Published On - 7:12 pm, Fri, 28 April 23

Follow Us