Ahmedabad: એરપોર્ટ પર ટર્મીનલ-2નો ડિપાર્ચર ઈમિગ્રેશન વિસ્તાર લંબાવાયો,જુઓ PHOTOS

અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સતત પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે બુધવારે એરપોર્ટ પર મુસાફરો માટે ઈન્ટરનેશનલ ટર્મિનલ T-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશનમાં વિસ્તારનો વધારો કરાયો છે. જે વધારો કરાયેલા વધારાના વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા અને વિશાળ ઈમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકવામાં આવતા મુસાફરોને પ્રસ્થાન સમયે વધુ સારી સગવડ મળી રહેશે. આ સુવિધાથી પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ કાર્યક્ષમ પ્રસ્થાનનો અનુભવ થશે.

| Edited By: | Updated on: Oct 21, 2023 | 1:13 PM
4 / 5
એરપોર્ટ દ્વારા ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા તેમજ વેઈટીંગ સમય ઘટાડવા માટે ટર્મિનલ 2 પરના નવા પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તારને તે જ બાબત ધ્યાને રાખીને અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકોથી સુસજ્જ બનાવાયો છે. જેનાથી મુસાફરોને સીધો લાભ થશે અને મુસાફરોની  સેવાની ગુણવત્તામાં સુધારો પણ થશે.

5 / 5
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર તાજેતરમાં ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર પેસેન્જર્સની બેઠક વ્યવસ્થાની ક્ષમતામાં વધારા કરાયો છે. સાથે પેસેન્જર કેન્દ્રિત ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા આગમન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક આકર્ષણ, સાંસ્કૃતિક ઝંખીઓ અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંયોજિત કરીને એરપોર્ટ વિશ્વ કક્ષાનું ટ્રાવેલ હબ બનાવા ઘણું અગ્રેસર છે.