Gujarati News Photo gallery Ahmedabad Darshan Talati brings honor to parents secures third rank across country in ICSE Board Class 10 exam
અમદાવાદના દર્શન તલાટીએ માતા-પિતાનું નામ કર્યું રોશન, ગુજરાતમાં પ્રથમ ક્રમાક સાથે દેશભરમાં મેળવી ઝળહળતી સિદ્ધિ
કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે ICSE ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમા અમદાવાદના (Ahmedabad) વિદ્યાર્થીએ જળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
1 / 5
ICSE ધોરણ 10ની પરિક્ષામાં અમદાવાદના દર્શન તલાટીએ 99.4 ટકા માક્સ સાથે ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયોમાં તેણે 100માંથી 100 માર્કસ મેળવ્યા છે.
2 / 5
ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) બોર્ડ એ CBSE બોર્ડ જેવુ ખાનગી શિક્ષણ બોર્ડ છે. દેશભરમાં કુલ 2,535 સ્કૂલોમાં ICSE વર્ગ 10 ની પરીક્ષા માટે કુલ 2 લાખ 31 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 99.4 ટકા માર્કસ સાથે દર્શન તલાટી દેશમાં ત્રીજા ક્રમ મેળવ્યો છે. દર્શન તલાટી ગુજરાતમાં અને તેની સ્કૂલમાં પણ પ્રથમ છે.તેની આ સિદ્ધિથી તેના માતા-પિતા ખુબ ખુશ છે.
3 / 5
દર્શનને અભ્યાસ સાથે ઇતરપ્રવૃતિમાં પણ રસ છે. દર્શનના પિતા ખુશ્બુ તલાટી હાલ ટીવીનાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ડેપ્યુટી આઉટપુટ એડીટર છે. જ્યારે માતા શિક્ષિકા છે. નાનપણથી જ દર્શનને અભ્યાસ સાથે ભક્તિના સંસ્કારો મળ્યા છે. BAPS સંસ્થા સાથે સંકળાયેલા દર્શન તલાટીના પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે.
4 / 5
તેમને જણાવી દઈએ કે ફિઝીક્સ, કેમ્સ્ટ્રી અને બાયોલોજીમાં 100માંથી 100, કોમ્પ્યુટર એપ્લીકેશન અને ઈતિહાસ-ભૂગોળમાં 100માંથી 100 માર્કસ જ્યારે ગણિતમાં 99, અંગ્રેજી તથા હિન્દીમાં 98 ટકા માર્ક્સ મેળવ્યા છે.
5 / 5
દર્શનના ઝળહળતા પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ છે. શ્રેષ્ઠ પરિણામ મેળવ્યા બાદ દર્શને પિતા સાથે પૂજ્ય મંહત સ્વામીના દર્શન કર્યા અને સ્વામીજીએ પણ દર્શનને ઉચ્ચ કારકિર્દીના આશીર્વાદ આપ્યા. દર્શન પોતાના જીવનમાં ઉત્તમકક્ષાનો એન્જિનિયર બનવા માગે છે.
Published On - 6:39 pm, Tue, 19 July 22