
કાગડાના આ વર્તન લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા આ માદા કાગડાએ ચાર રસ્તા પરના એક ઝાડ પર ઈંડા મુક્યા હતા. માદ કાગડાના આ ઈંડા નીચે પડી જવાને કારણે કાગડા હવે રસ્તે આવન-જાવન કરતા દરેક રાહદારીઓને ચાચમારી ઈજાગ્રસ્ત કરી રહ્યો છે. મોટા ભાગે કાગડો સવારના અને સાંજના સમયે એટેક કરે છે. નોકરી જતા લોકોને અને વાહન ચાલકોને કાગડો એટકે કરતા લોકોમાં ડર વ્યાપ્યો છે.

લોકોમાં ડર ફેલાવાને લઈ હવે કાગડાથી છૂટકારો મેળવવા માટે રોષ વ્યાપ્યો છે. કાગડાને પકડીને તંત્ર વિસ્તારમાંથી ભય ઘટાડે એવો રોષ વર્તાઈ રહ્યો છે. બાળકોને શાળાએ આવતા જતા હુમલો કરે કે ટુ વ્હીલર પર રહેલા માસૂમ બાળકોને માથામાં ઈજા પહોંચે તો એવો ડર સતાવી રહ્યો છે.
Published On - 9:26 pm, Wed, 2 August 23