
વિરાટ કોહલીના ફેન્સ તેમના કિંગ કોહલીના પોસ્ટર્સ હાથમાં લઈને સ્ટેડિયમ પહોંચ્યા છે અને કોહલીને ચિઅર અપ કરી રહ્યા છે તો કોહલી બાઝી સંભાળશે અને સારા રન નોંધાવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો

માત્ર દેશમાંથી જ નહીં વિદેશથી પણ અનેક લોકો ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા આવ્યા છે. જેમા કેનેડા, ઓસ્ટ્રેલિયા, અબુધાબી, દુબઈથી પણ અનેક ચાહકો વર્લ્ડકપની મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે અને ભારત માતા કી જયના નારા અને હાથમાં ત્રિરંગા સાથે ટીમ ઈન્ડિયાને ચીઅર કરી રહ્યા છે.

પાકિસ્તાન સામેની ભારતની મેચ હંમેશા એક ખેલ ન રહેતા પ્રતિષ્ઠાનો જંગ બની જતી હોય છે અને તેમા પણ વર્લ્ડ કપની મેચમાં ચાહકો એવુ જ માનતા હોય છે કે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનને હરાવે એટલે ટ્રોફી જીત્યા બરાબર છે અને આજ સુધી ભારતનો પણ ઈતિહાસ રહ્યો છે કે ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપની એકપણ મેચ હાર્યુ નથી. આથી જ ચાહકો અલગ અલગ મીમ્સને દર્શાવતા પોસ્ટર હાથમાં લઈને પાકિસ્તાનને એક સંદેશ આપતા જોવા મળ્યા હતા.

દેશ વિદેશથી ટીમ ઈન્ડિયાને ચિઅર કરતા ચાહકો પહોંચ્યા છે. ખાસ કેનેડાથી મેચ નિહાળવા માટે મૂળ ગુજરાતી પરિવાર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ જ્યા પણ વર્લ્ડ કપની ઈન્ડિયાની મેચ હોય છે તેઓ તિરંગાને રિપ્રેઝન્ટ કરતા વસ્ત્ર પરિધાન કરી પહોંચી જાય છે અને તેમનુ કહેવુ છે કે આજની મેચ પણ ટીમ ઈન્ડિયા જ જીતશે.
Published On - 6:05 pm, Sat, 14 October 23