Gujarati News Photo gallery Ahmedabad Concluding the two day Center State Science Conclave Education Minister Jitubhai Vaghani and Union Minister Jitendra Singh were present
Ahmedabad: બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનું સમાપન, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ રહ્યા હાજર
Ahmedabad : અમદાવાદમાં બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના સમાપન કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ પણ હાજર રહ્યા હતા.
1 / 5
અમદાવાદ શહેરમાં સાયન્સસિટી ખાતે આયોજિત બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ તેમજ સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
2 / 5
આ બે દિવસીય રાષ્ટ્રવ્યાપી સંમેલનમાં કેન્દ્ર તેમજ વિવિધ રાજ્યના વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાતના સાયન્સ-ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી.
3 / 5
કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને કારણે આ કોન્ક્લેવ એક નવી ઊંચાઈ પર પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપિત કરેલી કાર્યસંસ્કૃતિનું જ પરિણામ છે કે આ કોન્ક્લેવ નવા પરિમાણો પ્રસ્થાપિત કરશે.આપણે આવી સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ દર વર્ષે જુદા જુદા રાજ્યમાં યોજીશું.
4 / 5
આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કોન્કલેવના આયોજનથી માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર વિશ્વને એક નવી દિશા પ્રાપ્ત થશે. વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સંશોધન એ કોઈપણ સમસ્યાના સમાધન માટે પાયો છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં વિજ્ઞાન-ટેકનોલોજીના ક્ષેત્રમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે તેના પરિણામ સ્વરૂપ જ દેશમાં સૌથી પહેલા 'સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્કલેવ'નું આયોજન શક્ય બન્યું છે.
5 / 5
બે દિવસ દરમિયાન આયોજિત થયેલા વિવિધ સત્રોમાં વિવિધ રાજ્યોના મંત્રી શ્રીઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો વચ્ચે ખૂબ સારી ચર્ચા થઈ છે જે કોઈપણ સમસ્યાના સમાધાનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકાને વધુ સ્પષ્ટ અને સરળ કરશે. સમાજના વિવિધ પડકારોને પાર કરી સર્વાંગી વિકાસને ગતિ આપવામાં આ પ્રકારના આયોજનો ખૂબ લાભદાયી બનશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
Published On - 9:48 pm, Sun, 11 September 22