આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મીચારીઓ તેમજ 190થી વધુ શ્રમિકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને વલસાડ સહિત કુલ 17 જિલ્લામાં આવેલા કુલ 155 કડિયાનાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.