
મહત્વનું છે કે પ્રદૂષણ અટકાવવા તેમજ પશુઓ પ્લાસ્ટિક ન ખાય અને ગંદકી ન થાય તેના માટે સરકાર દ્વારા કેટલીક પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે હજુ પણ આ પ્રકારની પ્લાસ્ટિક થેલીઓ બજારમાં ક્યાંક મળી રહી છે. ત્યારે આવી થેલીઓથી લોકો દૂર રહે, પ્રતિબંધિત થેલીઓનો ઉપયોગ ઘટે અને લોકોને બજારમાં થેલી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી તેમજ કેટલીક સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં લોકોને પ્લાસ્ટિક નહીં પરંતુ કાપડની થેલી મળી રહે તે પ્રકારનો પ્રયાસ હાથ ધરાયો. જેના માટે ઓટોમેટિક મશીન પણ મુકવામાં આવ્યું છે.

હાલ પ્રયાસ પાલડી શાકમાર્કેટમાં મશીન મૂકીને શરૂ કરાયો છે. જેમાં સફળતા મળતા અન્ય સ્થળે પણ આ પ્રકારના મશીન મુકાશે. જેનાથી લોકો ની થેલી ની સમસ્યા દૂર થશે સાથે જ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટશે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટતા પ્રદુષણ માં સીધો ફાયદો થશે.