Ahmedabad: આ દરગાહમાં ચઢાવવામાં આવે છે ઘડિયાળ, જાણો શું છે કારણ

|

May 27, 2023 | 4:17 PM

અમદાવાદ વડોદરા હાઇવે પર આવેલી હજરત બાલાપીર દરગાહ કે જેમાં લોકો પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે. જે બાદ ઘડિયાળો સ્કૂલમાં, સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

1 / 5
અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે  ઉપર નંદેસરી નજીક આશરે 200 વર્ષ જૂની બાલાપીર બાબાની આવેલી છે દરગાહ. આ દરગાહ ને ઘડીયાળી બાવા તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 / 5
ઘડીયાળી બાબા ની દરગાહ ની વિશેષતા એ છે કે અહીંયા પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે, તદુપરાંત ચાદર તથા ગુલાબ પણ ચઢાવવામાં આવે છે.

3 / 5
ઘડિયાળી બાબા એટલા માટે કહેવામાં આવે છે કે બાલાપીર બાબા શ્રદ્ધાળુઓના ઘડિયાળના કાંટે કામ કરતા હતા જેથી તેને ઘડીયાળી બાવા તરીકે ઓળખવામાં આવે છે અને માટે જ અહીંયા ઘડિયાળ ચઢાવવામાં આવે છે.

4 / 5
આશરે 200 વર્ષ પહેલા અહીંયા બાલાપીર રહેતા હતા જેમના નિધન બાદ તેમના અનુયાયીઓએ અહીંયા બાબાની મસ્જિદ બનાવી હતી આ મસ્જિદમાં હિંદુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય આ દરગાહ પ્રત્યે લોકોને અખૂટ શ્રદ્ધા છે.

5 / 5
દરગાહમાં ₹50 થી લઈને 5000 રૂપિયા સુધીની ઘડિયાળ ચઢાવવામાં આવે છે પછી આ ઘડિયાળો સ્કૂલોમાં સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

Published On - 4:12 pm, Sat, 27 May 23

Next Photo Gallery