Happy Birthday Ahmedabad : અમદાવાદના જન્મ દિવસે નિહાળો બેજોડ શિલ્પ, સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા  સ્થળો

|

Feb 25, 2023 | 10:40 PM

અમદાવાદ શહેરનો 26 ફેબ્રુઆરીએ જન્મ દિવસ છે. અમદાવાદ  શહેર અદભુત સ્થાપત્ય અને એતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનોથી ભરપુર છે. જેમાં પણ અમદાવાદ શહેરમાં મુસ્લિમ શાસકોના સમયમાં તે સમયના શ્રેષ્ઠ કારીગરોએ કેટલાંક મહત્વના સ્થળોનું  નિર્માણ કર્યું  હતું . તેમજ  તે સિવાય પણ  અન્ય સ્થાપત્યોનું  અમદાવાદ શહેરમાં નિર્માણ થયું છે . જે આજે પણ તેના  જુના  શિલ્પ સ્થાપત્યઅને ઐતિહાસિકતાને લીધે જાણીતાં છે.આવો  જાણીએ અમદાવાદના આવા જ કેટલાંક ઐતિહાસિક સ્થળો વિશે

1 / 6
ભદ્રનો કિલ્લો - અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભદ્રના  કિલ્લાને શહેરના હદયનું  બિરુદ આપવામાં આવ્યું છે. આ કિલ્લામાં જ નગરદેવી તરીકે  પૂજાતા ભદ્રકાળી માતાજીનું  મંદિર આવેલું છે. આ કિલ્લાનું  ક્ષેત્રફળ ૪૩ એકર  છે તેમાં ૧૪ બુર્જ  છે. જો કે  જર્જરિત થયેલા આ કિલ્લાનું  હાલ પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે.

2 / 6
જુમ્મા  મસ્જિદ- અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજાથી અગ્નિ ખૂણા તરફ અને માણેકચોક જતા પૂર્વે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદનું  નિર્માણ અહમદશાહ બાદશાહે ઈ.સ.  ૧૪૨૪માં  કરાવ્યું  હતું. આ  મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો રોજ નમાઝ અદા કરે છે. તેમજ દર ઈદના દિવસે સમગ્ર રાજ્યમાંથી મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદમાં નમાઝ અદા કરવા આવે છે. આ  મસ્જિદ મુઘલકાળ દરમ્યાન કરાયેલા બેનમુન કલાકારીગરીને પ્રદર્શિત કરે છે. મસ્જિદની આસપાસ બનાવેલા મિનારા તેને વધુ કલાત્મક બનાવે  છે.

3 / 6
ઝુલતા મિનારા- અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે બે  ઝુલતા મિનારા પ્રચલિત છે.તેમાં પણ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા સીદી બશીરના ઝુલતા મીનારા છે. અને બીજા ગોમતીપુરમાં આવેલા રાણીના ઝુલતા મિનારા. જો કે આ બંનેમાં સીદી બશીરના ઝુલતા મિનારા વધુ પ્રચલિત છે. જેની ઉંચાઈ ૧૦૦ ફૂટ છે. જેમાં એક  મિનારો હલાવો તો બીજો મિનારો પણ આપોઆપ હલે છે. જો કે સ્થાપત્યના અદભુત નિયમ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ તથ્યો સામે આવ્યા નથી.

4 / 6
કાંકરિયા તળાવ-  અમદાવાદ શહેરમાં હાલ કાંકરિયા લેક ફ્રન્ટના નામે ઓળખાતું તળાવ કાંકરિયા પણ અદભુત શિલ્પકલાને પ્રદર્શિત કરતું બેજોડ શિલ્પ સ્થાપત્ય ધરાવે  છે. કાંકરિયા તળાવને  પણ  ઈ. સ. ૧૪૫૧માં અહમદશાહના પોત્ર સુલતાન કુતુબુદિને બંધાવ્યું હતું. તળાવનો ઘેરાવો ૨૧૪૩ વાર અને ૧૯૦ ફુટ લાંબી સરખી બાજુઓ છે.જો કે કાંકરિયાને હાલમાં લેકફ્રન્ટના નામે નવીન રૂપરંગ આપવામાં આવ્યા છે, હાલ તો અમદાવાદ શહેરનું સૌથી વ્યસ્ત પીકનીક સ્પોટ  બન્યું છે.

5 / 6
 સરખેજ રોજા- કહેવામાં આવે  છે  કે રોજામાં  રોજ સરખેજ રોજા છે. સરખેજ રોજાએ એ સમગ્ર એશિયામાં તાજમહેલ પછીનું સૌથી મોટું ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ માનવામાં આવે  છે. આ રોજાનું  નિર્માણ ઈ.સ. ૧૪૪૬માં સુલતાન મુહમ્મદે શરુ કરાવ્યું  હતું. જે  ઈ.સ. ૧૪૫૧માં કુતુબુદીને  પૂર્ણ કરાવ્યું હતું. સરખેજ રોજાના મહમદ બેગડાનો મકબરો આવેલો છે.આ ઉપરાંત પણ ઘણા રાજાના મકબરા છે. આ ઉપરાંત સુફી સંત અહમદ ખટુ ગંજ બક્ષની મજાર પણ આવેલી છે. માનવામાં આવે  છે કે અહમદશાહ બાદશાહે જે સાત અહમદના હાથે  અહમદઆબાદ આજનું અમદાવાદ શહેરની નીંવ મૂકી હતી તેમાંના તે એક અહમદ હતા. સરખેજ રોજાની કોતરણી કલા બેજોડ છે. આ ઉપરાંત  તળાવ અને રાજારાણીનો મહેલ પણ જોવાલાયક છે.

6 / 6
સીદી સૈયદની ઝાળી- બેનમુન અને અજોડ કારીગરીને ઉજાગર કરતી સીદી સૈયદની ઝાળી અમદાવાદ શહેરની શાન બની ચુકી છે. આ ઝાળીની અદભુત કારીગરી અને અરેબીક ડીઝાઇન તેની આગવી ઓળખ છે. ખજૂરી કોતરણી અને તેમાં પણ અડધા પાન પરની કોતરણી વાળી  પાંચ ઝાળીઓ  છે. જો કે તેમાંથી એક ઝાળી અંગ્રેજો બ્રિટીશ મ્યુઝીયમમાં લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઝાળીના  સ્થાનને  તેને હાલ પથ્થરથી  પુરવામાં આવી છે.

Next Photo Gallery