
ચાણક્યપુરી બ્રિજથી કેકે નગર રોડ થઈ ઉમિયા હોલથી નિર્ણયનગર ત્રણ રસ્તા સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે ફ્લેગ ઓફ કરાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

આ તિરંગાયાત્રામાં દેશની ત્રણ પાંખના જવાનો પણ હાજર રહ્યા હતા. આસામ રેજિમેન્ટ ઓફ ઈન્ડિયન આર્મી પ્લાટુન જવાનો પણ આ યાત્રામાં જોડાયા સાથે જ સ્થાનિક પોલીસકર્મીઓ પણ જોડાયા હતા.

જ્યાં જ્યાંથી આ તિરંગા યાત્રા પસાર થઈ ત્યાંથી લોકો તેમા જોડાતા ગયા હતા અને વંદેમાતરમના નારા લાગ્યા હતા. લોકોએ પોતાના ઘરોની અગાશી પરથી તિરંગા યાત્રાને નિહાળી હતી અને હાથમાં તિરંગા સાથે દેશભક્તિના રંગે રંગાયા હતા.

ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર અને મોટી સંખ્યામાં નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.