રણબીર કપૂરના ભાઈ આદર જૈને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આલિયાની એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'welcome to the family bhabhs'.
આવા દિવસો આપણે જીવીએ છીએ...જ્યાં કુટુંબ એ પ્રેમ અને ભાવનાનું સૌથી સુંદર મિશ્રણ છે.... પ્રેમથી ભરપૂર...મારા પ્રિય @aliaabhatt આ એક સુંદર પગલું છે અને મારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા તમારી સાથે જ હોય...રણબીર ! હું તને પ્રેમ કરું છું...અત્યારે અને હંમેશ માટે ! હવે તમે મારા જમાઈ છો.
રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતુ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'મારી દુનિયા'. નીતુ આ લગ્નથી ખૂબ જ ખુશ છે.
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'તમારુ પરિવારમાં સ્વાગત છે Mrs Kapoor @aliaabhatt અમે તમને પ્રેમ કરીએ છીએ.'
જ્યારે આલિયા ભટ્ટની ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂરે તેની ઈન્સ્ટા સ્ટોરી આલિયા અને રણબીર ની એક તસવીર શેર કરી, જેમાં લખ્યું, 'To Love, To Life, L'chaim'.