Tata પછી Marutiએ Swift, Baleno અને Dzire ના CNG મોડેલમાં ઓટોમેટિક ગિયરબોક્સ ઉતાર્યા; જાણો કિંમત અને માઇલેજ

મારુતિ સુઝુકીએ શહેરી ડ્રાઇવિંગને વધુ સરળ બનાવવા માટે સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયરના CNG મોડેલ્સમાં AMT (ઓટોમેટિક) ગિયરબોક્સ વિકલ્પ રજૂ કર્યો છે. ₹7.92 લાખથી શરૂ થતી આ કારોમાં કેટલું માઇલેજ મળશે અને કયા વેરિઅન્ટ ઉપલબ્ધ રહેશે? જાણો સંપૂર્ણ વિગતો.

| Updated on: Sep 19, 2026 | 8:11 PM
1 / 7
મારુતિ સુઝુકીએ પોતાની સીએનજી કાર રેન્જને વધુ મજબૂત બનાવતા બલેનો, સ્વિફ્ટ અને ડિઝાયરમાં નવા ઓટોમેટિક (AMT) વેરિઅન્ટ રજૂ કર્યા છે. હવે આ ત્રણેય કારોમાં CNG કીટ સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળશે, જેનાથી શહેરી ટ્રાફિકમાં દરરોજ વાહન ચલાવતા ચાલકોને વારંવાર ગિયર બદલવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આ નવા AMT મોડેલ્સ મેન્યુઅલ વર્ઝન કરતાં આશરે ₹35,000 મોંઘા છે.

2 / 7
કિંમત, વેરિઅન્ટ અને પાવર: Maruti Swift CNG AMT: આ કાર VXi, VXi (O) અને ZXi વેરિઅન્ટમાં ઉપલબ્ધ રહેશે, જેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹7.92 લાખ રાખવામાં આવી છે.

3 / 7
Maruti Baleno CNG AMT: ડેલ્ટા (Delta) અને ઝેટા (Zeta) ટ્રિમમાં રજૂ થયેલી બલેનોની શરૂઆતી કિંમત ₹8.32 લાખ છે. તેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન સાથે બૂટ સ્પેસમાં ફેક્ટરી-ફિટેડ ટેન્ક અને સ્પેર વ્હીલ બંને જળવાઈ રહે છે.

4 / 7
Maruti Dzire CNG AMT: આ સેડાન VXi અને ZXi ટ્રિમમાં ₹8.53 લાખની શરૂઆતી કિંમતે મળશે.

5 / 7
સ્વિફ્ટ અને ડિઝાયરમાં નવું 1.2-લિટર ત્રણ-સિલિન્ડર Z12E પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે ફેક્ટરી-ફિટેડ CNG કિટ સાથે 70bhp પાવર અને 102Nm ટોર્ક જનરેટ કરે છે. સાથે જ નવા વજન અને સેટઅપને અનુરૂપ સસ્પેન્શનને રીટ્યુન કરવામાં આવ્યું છે.

6 / 7
માઇલેજ: કંપનીના દાવા મુજબ, બલેનો CNG AMT માં 34.47 કિમી/કિગ્રા, સ્વિફ્ટ CNG AMT માં 35.34 કિમી/કિગ્રા અને ડિઝાયર CNG AMT માં સૌથી વધુ 36.47 કિમી/કિગ્રા સુધીની ફ્યુઅલ એફિશિયન્સી મળશે.

7 / 7
CNG સેગમેન્ટ પર કંપનીનો મોટો લક્ષ્યાંક: મારુતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં હાલ 15 ફેક્ટરી-ફિટેડ સીએનજી કાર ઉપલબ્ધ છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 30 ટકાના વાર્ષિક વધારા સાથે 9 લાખ સીએનજી વાહનો વેચવાનો લક્ષ્યાંક ધરાવે છે. વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ કંપનીએ 58 ટકાના ઉછાળા સાથે 2.2 લાખ CNG કાર્સનું વેચાણ નોંધાવ્યું હતું. (All Image From: Maruti Suzuki)

Follow Us
Loading...
Unable to load recommendations.