Photos: ‘ઘર વસાવતા 23 વર્ષ થયા, વરસાદી આફતમાં માત્ર 23 મિનિટમાં થયા નિરાધાર..’ તારાજીની કહાની

|

Jul 12, 2022 | 3:14 PM

અમદાવાદમાં (Ahmedabad) વરસાદના પાણી ઓસર્યા બાદ પણ હજુ ઠેરઠેર તારાજી સર્જાઈ છે. અમદાવાદના વાસણામાં આવેલા દેવાસ એપાર્ટમેન્ટમાં વર્ષોથી રૂપિયો રુપિયો જોડીને ઘર બનાવનારા અનેક લોકોના ઘર એક રાતમાં બરબાદ થઇ ગયા છે.

1 / 5
અમદાવાદના વાસણામાં આવેલા દેવાસ એપાર્ટમેન્ટના રહીશો 10 જુલાઇના રોજ અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ નિરાધાર બની ગયા છે.  જે ઘર વસાવતા આ સ્થાનિકોને વર્ષો લાગ્યા હતા. એ જ ઘર માત્ર થોડા જ કલાકના વરસાદમાં તહેસ નહેસ થઇ ગયુ.

2 / 5
રવિવારે મોડી રાત્રે વરસેલો અનરાધાર વરસાદ દેવાસ એપાર્ટમેન્ટના રહીશો માટે જિંદગીની સૌથી મોટી મુશ્કેલી લઈને આવ્યો. વર્ષો સુધી હપ્તે-હપ્તે વસાવેલી વસ્તુઓ હતી ન હતી થઈ ગઈ. ઘર હવે ઘર નથી રહ્યું.

3 / 5
લોકોનું કહેવું છે તેમણે તંત્રને અઢળક ફોન કર્યા હતા. પરંતુ તેમને કોઈ જ મદદ નહોતી મળી. અંતે લોકોએ એક ગાડીમાં જ પોતાનો બચેલો સામાન ભરીને સ્થળાંતર કરવાની ફરજ પડી.

4 / 5
દેવાસ એપાર્ટમેન્ટમાં ચારેતરફ દુર્ગંધ અને ગંદકી છે. વરસાદી પાણી ઓસર્યા બાદ જિંદગીની મહામુશ્કેલી હવે શરૂ થઈ છે. લોકો રડી રહ્યા છે. પોકારી પોકારીને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

5 / 5
લોકોના આક્ષેપ છે કે, અહીં પાણી ઉતર્યા બાદ તંત્ર પહોંચ્યું, પરંતુ જયારે જરૂર હતી ત્યારે તંત્ર અને કાઉન્સિલરો દેખાયા સુદ્ધા નહીં. એક રાતના વરસાદે સર્વસ્વ બરબાદ કરી દીધુ

Next Photo Gallery