
22 વર્ષીય સ્ટાર ખેલાડીએ બ્રાઝિલના ચેર અમ્પાયર એના કાર્વાલ્હો પર સવાલ ઉઠાવ્યા બાદ તેને ટીકાનો સામનો કરવો પડ્યો . મોઇસ કુઆમે સામેની તેની હાર બાદ આ ઘટના બની હતી.

વાલેજોએ કહ્યું કે મહિલાના જગ્યા પર એક પુરુષ અમ્પાયરે આ રીતે મેચનું સંચાલન કરવું જોઈએ. મહિલા અમ્પાયર માટે આવા વાતાવરણને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ફ્રેન્ચ ઓપનના આયોજકોએ આ ટિપ્પણીઓની સખત નિંદા કરી હતી. આયોજકોએ કહ્યું કે આ અસ્વીકાર્ય છે.

ટુર્નામેન્ટ ડિરેક્ટર એમિલી મોરેસ્મોએ (Amelie Mauresmo) પુષ્ટિ આપી કે વાલેજોને ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસમાં સૌથી મોટા દંડમાંથી એક દંડ ફટકારવામાં આવ્યો છે. મૌરેસ્મોએ કહ્યું આ તેની ઇનામી રકમનો લગભગ અડધો ભાગ છે.

કાર્યવાહી પછી વાલેજોએ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી. પુરુષ સિંગલ્સ ડ્રોમાં બીજા રાઉન્ડ સુધી પહોંચનારા ખેલાડીઓને 1,51,000 ડોલરની ઇનામી રકમ મળે છે.

દંડ તરીખે તેને આશરે 65 હજાર ડોલરનો ફટકારવામાં આવ્યો. એટલે કે આ દંડ આ વર્ષની ટૂર્નામેન્ટમાંથી વેલેજોની કમાણીના લગભગ અડધા જેટલો છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ડ સ્લેમના નિયમો અનુસાર રમતગમતની ભાવના વિરુદ્ધ વર્તન માટે ખેલાડીઓ પર આશરે 1,00,000 ડોલર સુધીનો દંડ લગાવી શકાય છે.
Published On - 9:50 am, Tue, 2 June 26