
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાનો ફાયર બ્રિગેડને સવારે 4 વાગ્યે કોલ મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ તબક્કાવાર ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ફાયરના વિવિધ સાધનોની મદદથી આગ ઓલવવાના પ્રયત્નો કરવામાં આવ્યા

ઘટનામાં આગના સ્થળ પર પહોંચેલા ફાયર ઓફિસર સાથે tv9એ ખાસ વાતચીત કરી. સૌથી નીચેના બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડ માટે આગ ઓલવવાનું કામ ખૂબ જ પડકારજનક છે.

ધુમાડો દૂર કરવા ચક્રવાત મશીન અને બ્લોવર મશીનની મદદ લેવાઈ. ઓક્સિજન સેટ સાથે કર્મચારીઓને અંદર મોકલાયા

શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝવવા માટે ઓટોમેટિક રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published On - 11:07 am, Sun, 30 July 23