
એસીસીનો શેર પણ મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહ્યો હતો. આજે આ સ્ટોકે ૧૦ ટકા ઉપર સ્થિતિ જાળવી રાખી છે. શેર 824 રૂપિયાના સ્તર સુધી જોવા મળ્યો હતો.

અદાણી ગ્રીન આમતો 52 સપ્તાહની ઉપલી સપાટીથી 50 ટકા નીચે ટ્રેડ થઇ રહ્યો છે પણ શેર ફરી એકવાર 1000 રૂપિયાને પાર પહોંચવામાં સફળ રહ્યો હતો.

અદાણી પોર્ટનો શેર સવારે ૧૦.૫૩ વાગે ૪ ટકા નજીક મજબૂતી દર્શાવી રહ્યો હતો. આ સમયે શેરની કિંમત 828 રૂપિયા હતી.

અદાણી પાવરનો શેર ૭.૫૦ ટકા ઉછળ્યો હતો. શેરની ૫૨ સપ્તાહની ઉપલી સપાટી નોંધાવી તે 430.50 રૂપિયા પર જોવા મળ્યો હતો

અદાણી ટોટ્લના શેરમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી હતી. આ શેર આજે મંગળવારે 548 ના નીચગળ સ્તરથી 642 રૂપિયા સુધી ઉછળ્યો હતો.

અદાણી વિલ્મરનો શેર ૬.૫૦ ટકા ઉછાળા સાથે કારોબાર કરતો જોવા મળ્યો છે. સર્વોચ્ચ સપાટીથી શેર ઘણો નીચે છે પણ આ શેરમાં સારી સ્થિતિ જોવા મળી હતી

અદાણી ગ્રુપની વધુ એક કંપની અંબુજા સિમેન્ટના શેરમાં સદા ત્રણ અટક આસપાસ તેજી જોવા મળી હતી. કામનીનો શેર 4૨૮.૯૦ સુધી જોવા મળ્યો હતો

અદાણી ગ્રુપની કંપની ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડમાં ૮ ટકાનો ઉછાળો દેખાયો હતો શેર આજે મંગળવારે 207 રૂપિયાએ ખુલ્યા બાદ 221.95 સુધી વધ્યો હતો
Published On - 11:38 am, Tue, 28 November 23