
અદાણી દિવસની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા એક હ્દયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની ભવ્યતામાં વધારો કરતા ઐતિહાસિક ટીમના સુકાની કપિલ દેવ એ ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું આ અમૂલ્ય ભેટ બહુપ્રતીક્ષિત વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે.

આ અભિયાનના ભાગ રૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિશ્વભરના ક્રિકેટ રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃધ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે.