
કાર ધોવા: તમે તમારી કારને AC ના પાણીથી પણ ધોઈ શકો છો. તેમાં રહેલા મિનરલ્સ કારના ડાઘ દૂર કરવામાં અને તેને ચમકાવવામાં મદદ કરે છે.

ફ્લોરની સફાઈ માટે : એસી પાણીનો ઉપયોગ ફ્લોર સાફ કરવા માટે પણ કરી શકાય છે. તેનો ઉપયોગ માર્બલ, ગ્રેનાઈટ અને ટાઇલ્સ જેવા તમામ પ્રકારના ફ્લોર પર થઈ શકે છે.

શૌચાલયની સફાઈ: શૌચાલયની સફાઈ માટે એસી પાણી પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ડાઘ દૂર કરવામાં અને શૌચાલયને જંતુમુક્ત કરવામાં મદદ કરે છે.

વાસણો ધોવા: વાસણો ધોવા માટે પણ એસી પાણીનો ઉપયોગ કરી શકાય છે. તે હળવા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે અને વાસણોને ચમકદાર બનાવે છે.

નોંધ: આ પાણીનો પીવા માટે ઉપયોગ ક્યારેય ન કરવો. જો તમારા એસીમાં રસાયણો અથવા અન્ય હાનિકારક પદાર્થો હોય, તો તે પાણીનો ઉપયોગ કોઈ પણ કામમાં કરશો નહીં. આથી ACનું પાણી એકત્રિત કરતા પહેલા, ખાતરી કરો કે પાઇપ અને ડ્રેનેજ સિસ્ટમ સ્વચ્છ છે. AC નું પાણી ઢોળી દેવાને કે વેડફી નાખવાને બદલે, તમે આ કામોમાં તેનો ઉપયોગ કરીને પાણી બચાવી શકો છો.
Published On - 2:43 pm, Fri, 11 April 25