
જો ACમાંથી ગેસ લીકેજ થવા લાગે તો AC કુલિંગ ઓછું આપવા લાગે છે. કમ્પ્રેસરમાંથી અજીબ અવાજ આવવો, કે પછી AC યુનિટમાંથી દુર્ગંધ આવવા જેવા સંકેત મળે છે. ત્યારે જો તમારા ACમાંથી ગેસ લિકેજ થઈ રહ્યો હોય તો આટલું કરવું પડશે .

ACમાંથી ગેસ લીકેજ થાય તો સૌથી પહેલા ACને રિમોર્ટ અને મેઈન સ્વીચ બન્નેથી બંધ કરી દો.

તમને જણાવી દઈએ કે ACનું કોમ્પ્રેસર જેટલું મહત્વપૂર્ણ છે, તેનું ફિલ્ટર પણ તેટલું જ મહત્વપૂર્ણ છે. આપણું AC કેટલું ઠંડુ થશે તે મોટાભાગે તેના ફિલ્ટર પર આધાર રાખે છે. જો તમે AC ફિલ્ટરને યોગ્ય રીતે જાળવશો, તો તમને તેમાંથી ઠંડી હવા ફેકશે. ઘણી વખત લોકો તેને સાફ કરવામાં મોટી ભૂલ કરે છે કારણ કે તેમને ખબર જ નથી હોતી કે તેમણે કેટલા દિવસ પછી AC ફિલ્ટર સાફ કરવું જોઈએ.

ઉનાળાની ઋતુમાં AC અને રેફ્રિજરેટર ખૂબ જ જરૂરી ઘરગથ્થુ ઉપકરણો બની ગયા છે. માણસ એક વાર માટલામાંથી પાણી પીને જીવી શકે છે પણ ગરમ હવામાં જીવવું અશક્ય છે. ઉનાળાની ઋતુ દરમિયાન AC યોગ્ય રીતે કામ કરે તે માટે, આપણે તેની સારી કાળજી લેવાની જરૂર છે. ત્યારે તમને થતુ હશે કે ACના ફિલ્ટને કેટલા દિવસમાં સાફ કરવું જોઈએ

જો તમે ઉનાળામાં ACનો ઉપયોગ કરી રહ્યા છો, તો ઉનાળાના સામાન્ય દિવસોમાં દર 7 થી 8 અઠવાડિયામાં તેને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે 10 થી 12 કલાક કે તેથી વધુ સમય માટે ACનો ઉપયોગ કરી રહ્યા છો, તો દર 4-5 અઠવાડિયામાં ફિલ્ટર સાફ કરો.