
તમે પ્રસંગો અને તહેવારો અનુરૂપ સાડીની પસંદગી અહિંયાથી કરી શકો છો.જેમ કે તમારે લગ્ન પ્રસંગમાં અને કોઈ ફંકશન કોઈ સાડી પહેરવી હોય કે કોઈ ધાર્મિક કાર્યમાં સાડી પહેરવી હોય તો તમને અહિંયાથી ફ્રીમાં સાડી પહેરવા માટે મળી જશે. રાજકોટમાં સાડીની લાયબ્રેરી શરૂ થતાં મહિલાઓ ખૂબ ખુશ છે.

આ સાડી લેવા માટે તમારે એક ફોર્મ ભરવાનું હોય છે.જેમાં તમારું નામ સરનામું અને વિગત તેમજ ફોટો આપવાનો હોય છે. ત્યારબાદ તમે ફ્રી સાડી લઈ જઈ શકો છો. આ સેવા સાંજે 5થી 7 (2 કલાક) સુધી શહેરના ગુરુપ્રસાદ ચોકમાં ભોલેનાથ સોસાયટી, રાજકોટ સેવા ભવન ખાતે શરૂ કરવામાં આવી છે.