ગાંધીનગરમાં ત્રણ દિવસીય BSF ઈન્ટર કમાન્ડ મહિલા એથ્લેટિક્સની મીટ યોજાઈ,સ્પર્ધામાં ઈસ્ટર્ન કમાન્ડનો રહ્યો દબદબો,જુઓ PHOTOS

|

Sep 25, 2022 | 8:08 AM

મુખ્ય અતિથિ જી.એસ. મલિક, IPS, IG, BSF, ગુજરાત ફ્રન્ટિયર, સવિતા મલિક, પ્રમુખ, બાવા ગુજરાત ફ્રન્ટિયરની હાજરીમાં તમામ રેન્કના વિજેતાઓને BSF દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યા.

1 / 5
ગાંધીનગરમાં 22 થી 24 સપ્ટેમ્બર 2022 દરમિયાન BSF કેમ્પસ ખાતે 3જી BSF ઇન્ટર-કમાન્ડ મહિલા એથ્લેટિક મીટ-2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય ઈવેન્ટમાં BSF ઈસ્ટર્ન કમાન્ડ અને વેસ્ટર્ન કમાન્ડની 77 યુવા મહિલા BSF ખેલાડીઓએ 14 ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો.

2 / 5
ગઈ કાલે યોજાયેલ સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ જી.એસ. મલિક, IPS, IG, BSF, ગુજરાત ફ્રન્ટિયર, સવિતા મલિક, પ્રમુખ, બાવા હાજર રહ્યા હતા. ગુજરાત ફ્રન્ટિયર અને વરિષ્ઠ અધિકારીઓએ તમામ રેન્કના વિજેતાઓને ટ્રોફી એનાયત કરી.

3 / 5
તમને જણાવી દઈએ કે, સમાપન સમારોહ દરમિયાન તમામ ટીમો દ્વારા બ્રાસ બેન્ડ  અને કૂચ દ્વારા મુખ્ય મહેમાનનું ભવ્યસ્વાગત કરવામાં આવ્યું હતું.

4 / 5

આ સ્પર્ધામાં ઈસ્ટર્ન કમાન્ડને 159.5 પોઈન્ટ સાથે વિજેતા જાહેર કરવામાં આવી હતી અને વેસ્ટર્ન કમાન્ડ 123.5 પોઈન્ટ સાથે રનર્સ અપ રહી હતી.

5 / 5
સમાપન સમારોહમાં સભાને સંબોધતા જી.એસ. મલિક, IPS, IG, BSF, ગુજરાત ફ્રન્ટિયરે તમામ વિજેતાઓ અને સહભાગીઓને તેમના ઉત્સાહ અને ખેલદિલી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Photo Gallery