તોફાનો-હિંસા રોકવા ‘સ્પેશિયલ એક્શન ફોર્સ’ રચાશે, તમામ પોલીસ મથક PI કક્ષામાં અપગ્રેડ કરાશે
રાજ્યના પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાઓમાં મોટા ફેરફારો ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોલીસને અદ્યતન સાધનોથી સજ્જ કરવા સાથે સુરક્ષા અને સલામતી વિશેષ રુપે વિક્સાવવામાં આવી રહી છે. રાજ્યમાં ખાસ પ્રકારની નવી ટીમો પણ આ માટે તૈયાર કરવામાં આવી રહી છે. જેમકે કોમી તોફાનો સહિતને માટે ખાસ ફોર્સને પણ વિક્સાવવામાં આવશે.
1 / 7
રાજ્યમાં કોમી રમખાનો અને હિંસાના બનાવો તરફ ઝીરો ટોલરન્સ નીતિના ભાગરુપે ખાસ ફોર્સને વિકસાવવામા આવશે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અમદાવાદ જૂથને સ્પેશિયલ એક્શન ફોર્સ તરીકે ગૃહ વિભાગ વિકસાવવા માટે પ્રયાસ કરશે. આ માટેની માહિતી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિધાનસભાના ગૃહમાં આપી હતી.
2 / 7
ગૃહ વિભાગ હવે એ બાબત પર પણ કામ કરી રહ્યુ છે કે, શહેરી વિસ્તારમાં કોલ મળવાની 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં જ રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવામાં આવે. ગૃહ વિભાગ પોલીસ વિભાગને રીસ્પોન્સ ટાઈમ હાંસલ કરવાના લક્ષ્યને માટે આયોજન કરી રહ્યુ છે, જે અંતર્ગત નવા 1100 વાહન અને પોલીસ સ્ટાફની ફાળવણી કરશે. આ માટે રાજ્યમાં હવે ડાયલ 112 નંબર ઉપયોગમાં આવશે.
3 / 7
આગામી સમયમાં હવે તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હશે. એટલે કે પીએસઆઈ કક્ષાના અધિકારીને બદલે પીઆઈ કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ હશે. ત્રણેક તબક્કામાં આ કાર્ય પૂર્ણ કરાશે. સાથે જ તમામ પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની પણ જગ્યા ઉભી કરવામાં આવશે.
4 / 7
રાજ્યના 200 આઉટ પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવશે. ગ્રામ સુરક્ષા કવચ યોજના હેઠળ આ કાર્યવાહી હાથ ધરાનાર છે. જેમાં હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલને એક બાઈક ફાળવવામાં આવશે.
5 / 7
રાજ્યમાં અતિ આધુનિક સ્ટેટ કક્ષાના સાયબર યુનિટ તૈયાર કરવામાં આવશે. ત્રિશુળ યોજના અંતર્ગત તમામ જિલ્લામાં આ દિશામાં કાર્યવાહી હાથ ધરાનાર છે.
6 / 7
મહાનગરોમાં સલામતી અને મોબીલીટી માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ માટે સુગમ યોજના હેઠળ કાર્યવાહી હાથ ધરાશે અને 1000 ટ્રાફિક પોલીસની નવી જગ્યા ઉભી કરવામાં આવશે. તેમજ આધુનિક ટેક્નીકલ સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
7 / 7
ગુજરાત પોલીસ ડ્રગ્સને લઈ અભિયાન રુપ કાર્યવાહી કરી રહ્યુ છે. હવે સ્ટેટ સીઆઈડી ક્રાઈમમાં એનડીપીએસ સેલની રચના કરવામાં આવનાર છે. જેમાં એસપી સ્તરના અધિકારીની જગ્યા હશે.
Published On - 2:41 pm, Fri, 23 February 24