
હાલ માતરિયા તળાવ સવારે 5 થી 8 અને સાંજે 5 થી 8 કલાક જ ખુલ્લું રહે છે. જે આગામી સમયમાં નવા આકર્ષણો સાથે સવારે 5 થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

રૂપિયા 4 કરોડના ખર્ચે માતરિયા તળાવ ગાર્ડનને ફરતે કમ્પાઉન્ડ કરી તેને સલામત કરાશે. સમગ્ર માતરિયા તળાવ પ્રોજેકટમાં 24 કલાક સિક્યોરિટી રહેશે. આ સાથે જ CCTV થી આખું ગાર્ડન આવરી લેવાશે.

એક કરોડના ખર્ચે લાઇટિંગ, ફૂડ કોર્ટ, ટોઇલેટ, ફોરેસ્ટ ટ્રેઇલ, એમ.પી. થિયેટર, બાળકો માટે રમત ગમતના વિવિધ સાધનો, જોગિંગ ટ્રેક, ગાર્ડનીગ, રોમન ગેટ તૈયાર કરાશે