
24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.

રામ જન્મભૂમિ ટ્રસ્ટના એક સભ્ય દ્વારા રામ મંદિરના નિર્માણની કેટલીક નવી તસ્વીરો શેયર કરવામાં આવી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે રામ મંદિરનું 70થી 80 ટકા પૂર્ણ થઈ ગયું છે.
Published On - 8:01 pm, Mon, 1 May 23