
સાતમા પગાર પંચમાં પણ આનો વિચાર કરવામાં આવ્યો ન હતો. પરંતુ આ વખતે એવો અંદાજ છે કે સરકાર DA ને મૂળ પગાર સાથે મર્જ કરશે. જો આ વખતે ડીએ અને બેઝિક પગાર મર્જ કરવામાં આવશે, તો કર્મચારીઓનો બેઝિક પગાર વધશે, જે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની શક્યતાને અસર કરશે.

ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે, જેના દ્વારા સરકાર આગામી પગાર પંચમાં વર્તમાન પગાર અનુસાર ગુણક દ્વારા પગારમાં વધારો કરે છે. જોકે, પગાર વધારો ફક્ત ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત નથી. છતાં, તે પગાર વધારાને અસર કરે છે. સરકારે 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ લાગુ કર્યું હતું. જ્યારે આ વખતે કર્મચારીઓ તરફથી 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ છે.