
માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી. 80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો.

તમામ માછીમારોને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ માછીમારોમાં દેવભૂમિ દ્વારકાના 15, ગીર સોમનાથના 59, જામનગરના 2, અને અમરેલીના એક મળી ગુજરાતના 77 અને દિવના 3 મળી કુલ 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘ બોર્ડેર ખાતેથી તેમનો કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા રવિવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા.