
દેશના 75માં પ્રજાસત્તાક દિવસ પર દુનિયાના ઘણા દેશના પ્રતિનિધિઓએ ભારતને શુભેચ્છાઓ આપી. તેની વચ્ચે જાપાનમાં ભારતીય દૂતાવાસે ગણતંત્ર દિવસની ઉજવણી કરી. આ સાથે જ 3 સુખોઈ 30 Mk-I અને 6 રાફેલ વિમાન ઉડ્યા.

કર્તવ્ય પથ પર અગ્નિવીરો સહિત તમામ મહિલા ત્રિ-સેવા ટુકડીની તાકાત જોવા મળી. 75મો પ્રજાસત્તાક દિવસ 'નારી શક્તિ' અને 'વિકસિત ભારત'ની થીમ પર કેન્દ્રીત છે. 20મી બટાલિયનના લેફ્ટનન્ટ સંયમ ચૌધરીના નેતૃત્વમાં રાજપૂતાના રાઈફલ્સે પ્રજાસત્તાક દિવસ પરેડમાં 'રાજા રામ ચંદ્ર કી જય'ના યુદ્ધઘોષ સાથે કર્તવ્ય પથ પર માર્ચ કાઢી.