સાબરમતી રીવરફ્રન્ટ પર 7500 મહિલાઓ એકસાથે કાંતશે ચરખો, ખાદી ઉત્સવમાં PM મોદી આપશે હાજરી
Ahmedabad: આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં એક અનોખી ઘટના જોવા મળશે. આવતીકાલે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.
1 / 5
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે 'ખાદી ઉત્સવ'નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે . જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. માનનીય વડાપ્રધાન એ ખાદીને ખુબ પ્રોત્સાહન આપ્યું છે. તેના લીધે ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. વર્ષ 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો નોંધાયો છે.
2 / 5
ગુજરાતના સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચરખાનું જીવંત નિદર્શન કરશે.
3 / 5
7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે.
4 / 5
કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.
5 / 5
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ખાદી ઉત્સવ કાર્યક્રમની બધી તૈયારીઓ પૂર્ણ થઈ છે.