
જ્યારે મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ જણાવ્યુ કે, સામાજીક વનીકરણ ક્ષેત્રે ગુજરાત અગ્રણી બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ 'આરોગ્ય વન', 'કવચ વન', 'સાંસ્કૃતિક વન' જેવા વિવિધ વન દ્વારા હરિયાળી ક્રાંતિ લાવવામાં આવી રહી છે. આ તમામનો હેતુ હરિયાળી લાવવામાં લોકભાગીદારી વધારવાનો છે.

મહાનુભાવોના હસ્તે વનવિભાગમાં કર્મચારીઓની સારી કામગીરી સબબ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતાં તેમજ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઓક્સીજનરથનું પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું.