બનાસકાંઠાઃ નર્મદા કેનાલ આધારિત થરાદ સીપુ પાઈપલાઇન યોજના વડે તળાવો ભરાશે
નર્મદા નહેર આધારિત સીપુ પાઈપલાઈન યોજના દ્વારા થરાદ વિસ્તારમાં તળાવ ભરવામાં આવનાર છે. મહાશિવરાત્રીથી થરાદ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં તળાવ ભરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ બે દિવસ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય શંકર ચૌધરીએ મહાજનપુરા પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
1 / 5
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા સતાવી રહી છે. આ વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી અને જેને દૂર કરવા માટે રાજ્ય સરકારે સફળ પ્રયોસ કર્યા છે. જેને લઈ પાણીની વિવિધ જૂથ અને કેનાલ યોજનાઓ વિસ્તારમાં અમલમાં છે. આવી જ રીતે હવે મહાશિવરાત્રીથી થરાદ વિસ્તારમાં સીપુ યોજના દ્વારા તળાવો ભરવામાં આવી રહ્યા છે.
2 / 5
નર્મદા કેનાલ આધારિત થરાદ સીપુ પાઇપલાઇન યોજનાથી તળાવ ભરવામાં આવી રહ્યા છે. આ માટે શંકર ચૌધરીએ મુલાકાત લઈને મહાજનપુરા પંપીગ સ્ટેશનથી સંપમાં પાણી કરવાનો પ્રારંભ કરાવ્યો હચો.
3 / 5
થરાદ, ડીસા, લાખણી અને દાંતીવાડા તાલુકાને જોડતી સીપુ પાઈપલાઇન યોજના પાછળ સરકારે 592 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. સીપુ ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવતા પૂર્વ વિસ્તારને મોટો લાભ થશે. વિસ્તારના ભૂગર્ભ જળ પણ ઉંચા આવવાની આશા ખેડૂતોને બંધાઈ છે.
4 / 5
થરાદ સીપુ પાઈપલાઇન 70 કિલોમીટર લાંબી છે અને જેના માટે ત્રણ પંપીગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. જે મુખ્ય પાઈપલાઇન દ્વારા ગ્રામ્ય તળાવો ભરવામાં આવશે. આ માટે લીંક પાઇપ વ્યવસ્થા કરવામાં આવી છે. 70 ગામના તળાવો થરાદ સીપુ પાઈપલાઇન યોજવા દ્વારા ભરવામાં આવનાર છે.
5 / 5
જેમાં સૌથી વધું થરાદ તાલુકામાં 47 અને ડીસાના 35 તળાવો ભરવામાં આવનાર છે. જ્યારે લાખણીના 19 અને દાંતીવાડાના 5 તળાવ ભરવામાં આવશે.
Published On - 11:25 am, Fri, 8 March 24