પૈસા તૈયાર રાખો! ટર્બો CNG એન્જિન સાથે એન્ટ્રીની તૈયારીમાં છે આ 7 દમદાર કાર; જાણો ક્યારે થશે લોન્ચ

ભારતીય ઓટો માર્કેટમાં હવે સામાન્ય CNG નહીં પણ વધુ પાવર અને દમદાર પિકઅપ આપતી ટર્બો-પેટ્રોલ આધારિત CNG કારોનો યુગ શરૂ થઈ રહ્યો છે. મહિન્દ્રા, રેનો, નિસાન અને સ્કોડાની આવી 7 શાનદાર કારો ટૂંક સમયમાં લોન્ચ થવાની તૈયારીમાં છે.

| Updated on: Oct 11, 2026 | 9:33 PM
1 / 8
ભારતીય કાર માર્કેટમાં માઇલેજ અને ઓછા રનિંગ કોસ્ટના કારણે સીએનજી કારોની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી મોટાભાગની સીએનજી કારો નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે જ આવતી હતી. જોકે, હવે આ ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે. કાર ઉત્પાદક કંપનીઓ હવે ગ્રાહકોને વધુ પાવર અને દમદાર ટોર્ક આપવા માટે ટર્બો-પેટ્રોલ એન્જિન પર આધારિત સીએનજી કારો લોન્ચ કરી રહી છે. આવો જાણીએ આગામી સમયમાં માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર થઈ રહેલી આવી જ 7 શાનદાર ટર્બો-સીએનજી કારો વિશે:

2 / 8
1. Mahindra XUV 3XO CNG: મહિન્દ્રા પોતાની લોકપ્રિય એસયુવી XUV 3XO નો સીએનજી અવતાર રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે સીએનજીનો વિકલ્પ મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ એન્જિન આશરે 111bhp નો પાવર અને 200Nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપની આ કારમાં ડિગ્ગીની જગ્યા (બૂટ સ્પેસ) બચાવવા માટે ગાડીના તળિયે અંડરબોડી સીએનજી ટેન્ક આપી શકે છે.

3 / 8
2. Renault Triber Turbo CNG: રેનો પોતાની સુપરહિટ 7-સીટર ટ્રાઇબરને નવા RGEP પ્લેટફોર્મ પર અપડેટ કરી રહી છે. તેમાં 1.0-લિટર 3-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે સીએનજી સેટઅપ આપવામાં આવશે, જે 100bhp નો પાવર આપે છે. ખાસ વાત એ છે કે આમાં પણ અંડરબોડી સીએનજી ટેન્ક મળશે, જેથી સામાન રાખવા માટે ગાડીમાં પૂરતી જગ્યા જળવાઈ રહેશે.

4 / 8
3. Renault Kiger Turbo CNG: રેનોની સબ-કોમ્પેક્ટ એસયુવી કાઇગર પણ ટૂંક સમયમાં નવા પ્લેટફોર્મ પર ટર્બો-સીએનજી વિકલ્પ સાથે જોવા મળશે. તેમાં પણ 100bhp પાવરવાળું 1.0-લિટર ટર્બો એન્જિન અને અંડરબોડી સીએનજી સિલિન્ડરનું સેટઅપ મળશે. આ કાર એવા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ બનશે જેઓ ઓછા ખર્ચે દમદાર પરફોર્મન્સ ઇચ્છે છે.

5 / 8
4. Nissan Magnite Turbo CNG: રેનોની જેમ નિસાન પણ પોતાની પોપ્યુલર મેગ્નાઇટમાં 1.0-લિટર ટર્બો-સીએનજી એન્જિન આપવા જઈ રહી છે. આ કાર RGEP પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેમાં ગાડીની નીચે સીએનજી સિલિન્ડર ફિટ કરવામાં આવશે. જેથી 100bhp પાવર અને 160Nm ટોર્કની સાથે ઉત્તમ બૂટ સ્પેસ પણ મળશે.

6 / 8
5. Nissan Gravite Turbo CNG: નિસાનની આગામી 7-સીટર કાર ગ્રેવાઇટ પણ આ જ નવા પ્લેટફોર્મ અને 1.0-લિટર ટર્બો-સીએનજી એન્જિન સાથે રજૂ કરવામાં આવશે. તેમાં પણ અંડરબોડી સિલિન્ડર ટેક્નોલોજી જોવા મળશે, જેથી મોટા પરિવાર માટે પરફોર્મન્સ અને સ્પેસ બંને જળવાઈ રહેશે.

7 / 8
6. Mahindra Vision S CNG:  મહિન્દ્રા આવતા વર્ષે પોતાની તદ્દન નવી સબ-4-મીટર એસયુવી 'વિઝન એસ' લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ કાર મલ્ટી-એનર્જી પ્લેટફોર્મ પર તૈયાર થશે, જેમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન પર આધારિત સીએનજી ઓપ્શન પણ મળશે. સીએનજી ઉપરાંત આ કાર પેટ્રોલ, ડીઝલ અને ઓલ-ઇલેક્ટ્રિક વર્ઝનમાં પણ આવશે.

8 / 8
7. Skoda Kylaq CNG:  વેચાણની દ્રષ્ટિએ ભારે ધૂમ મચાવનારી સ્કોડા કાઇલાક એસયુવીનું સીએનજી વેરિઅન્ટ પણ પાઇપલાઇનમાં છે. કંપની તેના 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનું સીએનજી સાથે ટેસ્ટિંગ કરી રહી છે, જે ગ્લોબલ માર્કેટમાં આશરે 90bhp નો પાવર આપે છે. જો આ કાર ભારતમાં આવશે, તો પ્રીમિયમ સબ-4-મીટર સીએનજી સેગમેન્ટમાં એક મોટો ફેરફાર લાવશે.

Follow Us
Loading...
Unable to load recommendations.