Budget 2022 : સ્વતંત્ર ભારતમાં 7 બજેટ એવા રજૂ થયા જે દેશની પ્રગતિના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાયા

Budget 2022 :  1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)સંસદમાં નાણાકીય વર્ષ  22નું સામાન્ય બજેટ રજૂ કરશે. દેશના વિકાસમાં બજેટની અહમ ભૂમિકા રહેતી હોય છે. ભારતના ઇતિહાસમાં ૭ બજેટ એવા રજુ થયા હતા જે ભારત માટે ઐતિહાસિક હતા .ક્યાં કારણોસર આ બજેટ યાદગાર બન્યા તે ઉપર કરો એક નજર...

| Edited By: | Updated on: Feb 01, 2022 | 8:20 AM
4 / 7
Budget 1991 – આ બજેટ ભારત માટે ઐતિહાસિક હતું. ડો. મનમોહનસિંહે ઘણી નવી અને મહત્વપૂર્ણ વ્યવસ્થા આપી હતી. પી.વી. નરસિમ્હા રાવની સરકારના આ બજેટ પછી, ભારત જ્યારે વૈશ્વિકરણ તરફ આગળ વધ્યું ત્યારે આયાત લાઇસન્સની વ્યવસ્થા સમાપ્ત થઈ અને નિકાસને વેગ મળ્યો હતો. ઉદારવાદી અર્થતંત્ર અને ખુલ્લા બજારનો યુગ આ બજેટથી શરૂ થયો હતો.

5 / 7
Budget 1997 – આ બજેટ તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમનું ડ્રિમ બજેટ માનવામાં આવતું હતું. આ બજેટની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેણે કાળા નાણાં સામે યોજના શરૂ કરી હતી અને દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું. આ બજેટને આર્થિક સુધારા માટેના બજેટ તરીકે પણ યાદ કરવામાં આવે છે કારણ કે અહીંથી, આવકવેરા દર ઘટાડવા માટે કોર્પોરેટ ટેક્સથી સરચાર્જ ઘટાડવા જેવા પગલા લેવામાં આવ્યા હતા.

6 / 7
Budget 2000 – ભારતનું ‘મિલેનિયમ બજેટ’ તત્કાલીન નાણાં પ્રધાન યશવંત સિંહા દ્વારા રજૂ થયું. આ બજેટ ભારત માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે કારણ કે અહીંથી જ સોફ્ટવેર અને આઈટી હબ તરીકે ભારતના ઉદભવની પ્રક્રિયા શરૂ થઈ હતી. સોફ્ટવેરની નિકાસ શરૂ કરવાની પદ્ધતિ તરીકે તમે આ બજેટને યાદ કરાય છે.

7 / 7
Budget 2005 – ‘આમ આદમી બજેટ’ – પી ચિદમ્બરમે ફરી એકવાર આ મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં એક તરફ કોર્પોરેટ ટેક્સ અને કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ, આ બજેટને મનરેગા અને આરટીઆઈ સંબંધિત જોગવાઈઓને ધ્યાનમાં રાખીને યાદ કરવામાં આવે છે. વિશ્લેષકોએ આ બજેટને ‘અસંભવ કો સંભવ’ ઉપનામ આપ્યું હતું અને કહ્યું હતું કે ચિદમ્બરમે સામ્યવાદીઓ અને બજારને એકસાથે ખુશ કરવાનું કામ કર્યું હતું.