
મૂડ સ્વિંગ : વિટામિન B12 મૂડ નિયંત્રિત કરતા રસાયણોના ઉત્પાદનમાં મદદ કરે છે. તેની ઉણપ ડિપ્રેશન, ચિંતા અને ચીડિયાપણું પેદા કરી શકે છે.

ઊંઘમાં ખલેલ : વિટામિન B12 મેલાટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે ઊંઘનું નિયમન કરતું હોર્મોન છે. તેની ઉણપ અનિદ્રા અથવા વારંવાર જાગવાનું કારણ બની શકે છે. જો તમને રાત્રે આમાંના કોઈપણ લક્ષણો દેખાય તો વિટામિન B12 ની ઉણપ માટે પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે.

વિટામિન B12 થી ભરપૂર ખોરાક - માંસ, માછલી અને ઈંડા એ વિટામિન B12ના બેસ્ટ કુદરતી સ્ત્રોત છે. દૂધ, દહીં અને ચીઝ વિટામિન B12 ના સારા સ્ત્રોત છે. કેટલાક અનાજ વિટામિન B12 થી સમૃદ્ધ હોય છે. સોયા દૂધ, ટોફુ અને ટેમ્પેહ વિટામિન બી12 ના સારા સ્ત્રોત છે.