
5 થી 11 વર્ષના બાળકો માટે બેડ સાથે 6,185 રૂપિયા અને બેડ વગરના 4,270 રૂપિયા ઉમેરવામાં આવ્યા છે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને જયપુરની આસપાસ લઈ જવામાં આવશે. જોધપુરના મેહરાનગઢ કિલ્લા ઉપરાંત અહીંની ખાસ ઓળખ બ્લુ હાઉસ પર ફેરવવામાં આવશે.

ગોલ્ડન સિટી જેસલમેરમાં પ્રવાસીઓને આ સ્થળના ભવ્ય ઈતિહાસનો પરિચય કરાવવામાં આવશે. તમે આ સ્પેશિયલ ટૂર પેકેજ ઓફિશિયલ વેબસાઇટ પરથી બુક કરી શકો છો.