
બેકિંગ સોડા: બેકિંગ સોડા એ રસોડાના સામાન્ય ઘટક છે પરંતુ તે તમારા ચહેરા માટે ખૂબ જ કઠોર છે. તેને સીધું લગાવવાથી નેચરલ ઓઈલ નીકળી શકે છે, સારા બેક્ટેરિયા મરી શકે છે, ખીલ વધી શકે છે અને ત્વચા સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલ બની શકે છે.

તજ: તજ એક મસાલો છે, પરંતુ તે ત્વચા પર બળતરા પેદા કરી શકે છે. તેને સીધું લગાવવાથી લાલાશ અને બળતરા થઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હો તો તેને હંમેશા મધ અથવા ઓલિવ તેલ જેવી વસ્તુઓ સાથે મિક્સ કરો.

વેજિટેબલ ઓઈલ: કેટલાક લોકો રસોડામાંથી વેજિટેબલ ઓઈલનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે કરે છે. તે છિદ્રોને બંધ કરી શકે છે, જેનાથી ખીલ ફુટી શકે છે અને ત્વચાને નુકસાન થઈ શકે છે. શુદ્ધ તેલમાં રસાયણો પણ હોઈ શકે છે.