
એશિયાટીક સિંહનું નિવાસ સ્થાન એટલે ગીર અભયારણ્ય, અને તેમા પણ સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓનુ માનીતું સ્થળ છે. અહી વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાતે આવે છે. સાસણ બાય રોડ જૂનાગઢથી મેંદરડા થઈ સાસણ જઈ શકાય છે. અહિ બાળકોને તમે પ્રાણી અને પશુ પક્ષી વિશે માહિતી આપી શકો છો.

ગુજરાત પણ ભારતના બ્લુ ફ્લેગ બીચની યાદીમાં આવે છે. દ્વારકાના રૂકમણી મંદિરથી 15 મિનિટ ઉત્તરે આવેલો આ શિવરાજપુર બીચ પક્ષી અને દરિયાઈ જીવન નિહાળવા માટે ઉત્તમ છે, તેમજ અહિ તમે વૉટર રાઈડ અને સ્કુબા ડાઇવિગ હોવાથી લોકોમાં તેનું એક અલગ જ આકર્ષણ છે, બાળકોને અહિ ખુબ મજા આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે,કેવડિયા ખાતે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે, અહિ તમે કેકટર્સ ગાર્ડન, જંગલ સફારી, આરોગ્ય વન, ચિલ્ડન પાર્ક સહિત અનેક સ્થળોની બાળકોને મુલાકાત કરાવી શકો છો.