
તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.
Published On - 2:02 pm, Tue, 11 April 23