
આ લગ્ન યુક્રેનના ઓડેસામાં એક શેલ્ટરમાં થયા છે. જેમાં કપલના નજીકના સંબંધી સામેલ થયા અને તમામે મળીને જશ્ન મનાવ્યો.

રશિયાના હુમલાના પ્રથમ દિવસે જ તેમને લગ્ન કર્યા. બંનેએ લગ્નનો પહેલો દિવસ દેશની રક્ષા માટે રાઈફલ સાથે વિતાવવાનું પણ નક્કી કર્યું હતું.

આ યુગલે યુદ્ધ દરમિયાન લગ્ન પણ કર્યા હતા. યુક્રેનના પબ્લિક મીડિયા સુસ્પિલનાના સામાન્ય માહિતી નિર્માતા એન્જેલીના કારિયાકીનાએ કિવમાં પેટ્રોલિંગ પોલીસના પ્રમુખ યુરી જોજુલ્યા સાથે લગ્ન કર્યા છે.

તેઓએ યુદ્ધની વચ્ચે લગ્ન કર્યા. લગ્ન દરમિયાન વરરાજાએ આર્મી યુનિફોર્મ પણ પહેર્યો હતો. બંનેના હાથમાં લગ્નનું પ્રમાણપત્ર છે.

સરકારે કહ્યું કે રશિયન હુમલા બાદ યુક્રેનમાં 4,000 નવા લગ્ન નોંધાયા છે. ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે, "લગભગ 3,973 યુગલોએ સત્તાવાર રીતે યુદ્ધ દરમિયાન તેમના જોડાણને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે." રશિયાના આક્રમણ છતાં લોકોએ વિશ્વાસની ભાવના અને શક્તિ ગુમાવી નહીં. દુશ્મનનો નાશ થશે! આપણે જીતીશુ'

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'દુશ્મન ભલે ગમે તેટલો આપણને નષ્ટ કરવા અને તોડવાનો પ્રયત્ન કરે, જીવન આગળ વધે છે અને યુદ્ધ છતાં એક નવું જીવન જન્મે છે. રશિયા સાથે યુદ્ધની શરૂઆતથી યુક્રેનના જુદા જુદા ભાગોમાં 4,311 નવજાત શિશુઓ જન્મ્યા છે.
Published On - 12:19 pm, Tue, 8 March 22