જામનગરમાં સરકારી હોસ્પિટલમાં રોજના 3000થી વધુ દર્દીઓની નોંધાઈ ઓપીડી, મિશ્ર ઋતુને કારણે વધ્યો રોગચાળો

જામનગર સહિત હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તહેવારો બાદ એકાએક ઋતુમાં ફેરફાર થતા શરદી, ઉધરસ અને તાવના કેસમાં પણ વધારો થયો છે. જીજી હોસ્પિટલમાં હાલ દૈનિક 3000 થી પણ વધુ દર્દીઓની ઓપીડી દૈનિક આવી રહી છે.દર્દીઓ વધતા કેસબારી પર લાંબી કતારો લાગે છે. ઓપીડી અને દવાની બારી પાસે પાસપાસે હોવાથી હોસ્પિટલ સ્ટાફ માટે પણ મુશ્કેલ બન્યુ છે.

| Edited By: | Updated on: Nov 23, 2023 | 7:57 PM
4 / 5
બે જિલ્લાના દર્દીઓ એક હોસ્પીટલમાં આવે છે. સાથે આસપાસના જીલ્લાના લોકો પણ જીજી હોસ્પીટલની સેવાનો લાભ લેતા હોય છે. જેના કારણે જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. હોસ્પિટલ કેસ બારી, ઓપીડી તેમજ દવાની બારીએ લાંબી કતારો જોવા મળી રહી છે.

5 / 5
જીજી હોસ્પીટલના આરએમઓ ડૉ. પી. આર. સક્સેનાના જણાવ્યુ મુજબ  વાતાવરણમાં થયેલા પલટા અને મિશ્ર ઋતુના અનુભવના કારણે દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો છે.જેમાં શરદી ઉધરસ તાવના દર્દીઓની સંખ્યા વધુ છે. દિવસભર તડકાવાળું વાતાવરણ તેમજ રાત્રીમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી મિશ્ર ઋતુના કારણે દર્દીઓની સંખ્યા વધી છે. હાલ દૈનિક 3000થી પણ વધુ દર્દીઓ ઓપેડીમાં નોંધાય છે