
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2018 માં ડેવલપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી ન હતી. આથી, ખરીદદારોને રાહત આપવાને બદલે, પ્રોજેક્ટ્સ મોંઘા થયા. જો કે, વર્ષ 2020 કોવિડ પછીના સમય દરમિયાન, સરકારે નાના મકાનોનું વેચાણ વધારવા માટે Affordable હાઉસિંગ પર 1% ટેક્સની સિસ્ટમ ચાલુ રાખી હતી.

હવે એટલે કે વર્ષ 2024-25 માં સરકારે ટેક્સ સ્લેબને ઘટાડીને માત્ર 5% અને 18% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી બાંધકામ સામગ્રી સસ્તી થશે અને તેની અસર સીધી ઘરની કિંમત પર જોવા મળશે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, જો શહેરમાં 2BHK ફ્લેટની કિંમત 50 લાખ હોય, તો નવા કર માળખાથી તેની કિંમત 1-2 લાખ જેટલી ઘટી શકે છે. આનો અર્થ એ થયો કે, ખરીદનારને કુલ 2 થી 4 ટકાની રાહત મળશે.

મધ્યમ વર્ગના ખરીદદારો, જેમાં 40 થી 70 લાખની વચ્ચેના ફ્લેટ ખરીદનારા લોકોનો સમાવેશ થાય છે, તેમને સૌથી વધુ રાહત મળવાની અપેક્ષા છે. ટૂંકમાં અફોર્ડેબલ હાઉસિંગ ધરાવતા લોકોને લાભ મળશે. આ ઉપરાંત, વૈભવી હાઉસિંગ ધરાવતા લોકોનો બેસિક ખર્ચ ઘટશે પરંતુ ઇમ્પોર્ટેડ ફિનિશિંગ આઇટમ્સ મોંઘી રહી શકે છે.