ગુજરાતના વધુ 27 વિદ્યાર્થીઓની યુક્રેનથી વતન વાપસી, મુખ્યપ્રધાને તમામનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ

|

Feb 28, 2022 | 10:10 AM

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સરકારનું ઓપરેશન ગંગા પૂરજોશમાં ચાલી રહ્યું છે.. આજે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈ પાંચમી ફ્લાઈટનું દિલ્લીમાં આગમન થયું છે.. પાંચમી ફ્લાઈટમાં 249 ભારતીયોની વતનવાપસી થઈ છે.

1 / 5
ઓપરેશન ગંગા અંતર્ગત ગુજરાતના વધુ 27 વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ છે. યુક્રેનથી રોમાનિયા અને ત્યાંથી ફ્લાઈટમાં વિદ્યાર્થીઓ દિલ્લી પહોંચ્યા હતા. જે બાદ રોડ માર્ગે વિદ્યાર્થીઓને ગાંધીનગર પહોંચાડાયા હતા. જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પુષ્પગુચ્છ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું

2 / 5
શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવા મુદ્દે ગુજરાત અને ભારત સરકારના વખાણ કર્યા. સાથે જ કહ્યું કે, અન્ય વિદ્યાર્થીઓને પણ સહીસલામત ગુજરાત લાવવાનું આશ્વાસન આપ્યું.

3 / 5
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હાલ યુક્રેનમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઠેર ઠેર ફાયરિંગ અને મિસાઈલ અટેક થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હજુ પણ ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે.

4 / 5
મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન સાથે  અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો.

5 / 5
આ 27 વિદ્યાર્થીમાં ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ,વલસાડ, વડોદરા,સુરત, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગરના વિદ્યા્ર્થી પરત આવ્યા છે.

Published On - 10:07 am, Mon, 28 February 22

Next Photo Gallery