માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેના આદેશમાં કહ્યું છે કે તેણે 16 ડિસેમ્બર, 2024 ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ્સ, શંકાસ્પદ નાણાકીય બાબતો અને ડિસ્ક્લોઝર્સને લગતી ફરિયાદોને ધ્યાનમાં લીધી છે. નવેમ્બર 2023 થી 2024 દરમિયાન, ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં 105 ગણો ઉછાળો આવ્યો છે. સેબીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023 સુધી, ભારત ગ્લોબલ ડેવલપર્સની આવક, ખર્ચ, સ્થિર સંપત્તિ અને રોકડ પ્રવાહ ખૂબ જ ઓછો હતો.