
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી, આચરણ અને પ્રજાના પ્રશ્નો સમજી તેને સકારાત્મક રીતે હલ કરવાની રીત આપણને ઘણું શીખવે છે. તેમણે ચિંતન શિબિરનો હેતુ મેં નહીં, હમ અને વન ટીમ, વન વિઝન, વન મિશન, ટીમ ગુજરાત થકી સમજાવ્યો છે. આ બાબત આપણને એક ટીમ બની કામ કરવાની પ્રેરણા આપે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના પ્રવચનના પ્રારંભે વડાપ્રધાનને ફરી એક વખત ગ્લોબલ લિડર રેન્કિંગમાં 78 ટકા લોકોની પસંદગી સાથે નંબર વન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. CMએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સનું લોચિંગ પણ કર્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, કેન્દ્ર સરકારના સચિવ વી. નિવાસ, મંત્રીમંડળના સદસ્યો, વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.